Terms Of Services | ટર્મ્સ ઓફ સર્વિસ
કંપની નામ – 499 વેબ સોલ્યુશન
- અમારી કંપની ₹3999 માં વેબસાઈટ ડિઝાઈનની સેવા પ્રદાન કરી રહી છે, જેમાં 1 વર્ષ માટે ડોમેન, હોસ્ટિંગ અને વેબસાઈટ ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ ઓફર મર્યાદિત સમય માટે જ માન્ય છે, જેથી દરેક ગ્રાહકે આની નોંધ લેવી જરૂરી છે.
- જો ક્લાયન્ટ પાસે ડોમેન હશે, તો તે ડોમેન પર વેબસાઈટ લાઈવ કરવાની જવાબદારી અમારી રહેશે. જો ક્લાયન્ટ પાસે હોસ્ટિંગ ન હોય, તો અમે એક બેઝિક હોસ્ટિંગ પ્લાન મફતમાં પ્રદાન કરીએ છીએ, જેમાં ક્લાયન્ટ પોતાની વેબસાઈટ હોસ્ટ કરી શકે છે. જો કે આ બેઝિક હોસ્ટિંગમાં ઝડપ ઓછી લાગવી કે અન્ય કોઈ સમસ્યા થાય, તો ક્લાયન્ટએ પોતાનું પર્સનલ હોસ્ટિંગ ખરીદવું પડશે. અમારી હોસ્ટિંગમાં 100 સુધી પ્રોડક્ટ્સ ઉમેરવાની મંજૂરી છે, પરંતુ પ્રોડક્ટ વિડીયોઝ ઉમેરવાની મંજૂરી નથી. જો 100 કરતાં વધુ પ્રોડક્ટ્સ અથવા વિડીયોઝ ઉમેરવામાં આવશે, તો અમારી પાસે વેબસાઈટને મેન્ટેનન્સ મોડમાં મૂકવાનો અધિકાર છે.
ક્લાયન્ટ માટેની ખાસ ટિપ્પણીઓ:
- 100 કરતાં વધુ પ્રોડક્ટ્સ અથવા વિડીયોઝ ઉમેરવા માટે, પર્સનલ હોસ્ટિંગ અથવા સર્વર ખરીદવું પડશે.
- ક્લાઈન્ટ એ લીધેલા હોસ્ટિંગ અથવા સર્વરના આઈડી-પાસવર્ડની જવાબદારી માત્ર ક્લાયન્ટની રહેશે. અમારી પાસે ક્લાયન્ટના સર્વરનો ડેટા હોતો નથી.
રેન્યુલ અંગેની માહિતી:
- વેબસાઈટનો રેન્યુલ, આર્ડર થયેલી તારીખથી ગણાશે અને આગામી વર્ષમાં તે જ દિવસે ચુકવવું પડશે.
- જો રેન્યુલ તારીખ પહેલા રકમ ચુકવવામાં નહીં આવે, તો વેબસાઈટ બંધ કરી દેવામાં આવશે અથવા ક્લાયન્ટે ડેટા અન્ય પ્લેટફોર્મ પર લઈ જવું પડશે.
- રેન્યુલ મર્યાદા પૂરી થયા પછી ડેટાની કોઈ જવાબદારી અમારી રહેશે નહીં.
વેબસાઈટ એડમિન આઈડી-પાસવર્ડ અને બેકઅપની માહિતી:
- અમે વેબસાઈટના એડમિન આઈડી-પાસવર્ડ આપવાની જવાબદારી રાખીએ છીએ.
- જો કોઈ ક્લાઈન્ટ તરફ થી વેબસાઈટ પેજ કે સેક્શન ડિલીટ થઇ જાય, તો તેને સુધારવા માટે અલગ ચાર્જ લેવામાં આવશે.
- વેબસાઈટ ના નિયમિત બેકઅપ લેવાની જવાબદારી જે તે ક્લાઈન્ટ ની રહેશે. બેકઅપ મેળવવા માટે અમને ઈમેઇલ, વેબસાઈટનું નામ અને ડોમેન સાથે લખીને વોટ્સએપ કરવાનું રહેશે, વેબસાઈટ નો બેકઅપ 48 કલાકમાં ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે.
- બેકઅપ ફાઇલ અમારી ડ્રાઈવમાંથી 72 કલાકમાં દૂર થઈ જશે.
ચાર્જ અને પેકેજ બદલાવ:
પેકેજ ચાર્જમાં બદલાવ કરવાનો સંપૂર્ણ અધિકાર 499 વેબ સોલ્યુશન પાસે છે.
પ્રતિબંધ અને જવાબદારીથી મુક્તિ:
- મલ્ટિપલ રિસોર્સ હેતુસર બેકઅપ અંગે કોઈ જવાબદારી અમે લેતા નથી.
- ટેકનિકલ ખામી, હેકિંગ, અથવા અપડેશનને કારણે કોઈ સમસ્યા થાય, તો વેબસાઈટ ફરીથી લાઈવ કરવા માટે ક્લાઈન્ટ એ બેકઅપ આપવાનું રહેશે, જો ક્લાઈન્ટ પાસે બેકઅપ નહિ હોય તો વેબસાઈટ માટે 499 વેબ સોલ્યૂશન જવાબદાર નથી.
નોધ:
કોઈપણ તફાવત અથવા પ્રશ્ન માટે, અમારી ટીમ સંપર્કમાં રહેશે.
Call Us: +919265369767
Parth Savaliya – Founder